નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે

  • B

    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે

  • C

    વિધાન $I$ સાચું પણ વિધાન $II$  ખોંટું છે

  • D

    વિધાન $I$ ખોંટું છે પણ વિધાન $II$ સાચું છે

Similar Questions

જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$ 

સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.

$\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$STP$ એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ $3$ લિટર થાય છે.જો $\gamma=1.40,$ હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે?

$(3^{1.4}=4.6555)$ [હવાને આદર્શ વાયુ લો]

  • [JEE MAIN 2020]

એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે? 

  • [JEE MAIN 2019]